ચિત્ર

બદલી શકો તમે

ટૅગ્સ

Badli_Shako_Tame_31-Mar-2017

બદલી શકો તમે નિયમ ને નોટો,
બદલશો કેમ લોક-સ્વભાવ ખોટો?

આશા છે તમોને ભરવા ક્ષીર તળાવની,
ભરાશે કેમ જ્યાં સહયોગ જ નીર લોટો?

ભેટો થયો જયારે જયારે સત્તામાં ગુજરાતીનો,
ધૂતારાના ગામમાં ત્યારે પ્રલય આવ્યો મોટો!

ધ્યેય તમારો છે રણને બાગ બનાવવાનો,
કો’કને મળશે કંટક તો કો’કને ગુલાબગોટો!

મુલક છે આ ગાંધી, સરદાર, નરસિંહ મહેતાનો
જડ્યો જડે નહીં જગમાં ગુજરાતીઓ તણો જોટો.

સમય બદલાશે, સરકાર બદલાશે ને બદલાશે જમાનો,
અજરામર રહેવાનો આ નોટોમાં બાપુનો હસતો ફોટો.

~ જગદીશ કરંગીયા ‘સમય’

ચિત્ર

ગુજરાતી

ટૅગ્સ

મીઠા જળની તલાવડી છે,
જીવન  તારતી  નાવડી છે;
જનની, જન્મભૂમિને સંગ
ગુજરાતી મારી માવડી છે.

~ જગદીશ કરંગીયા ‘સમય’

ગુજરાતી

ચિત્ર

ના ફળે

ટૅગ્સ

શક્ય છે બધી દુઆઓ તરત જ ના ફળે,

મહોબ્બતના માર્ગમાં ક્યારેક મંઝીલ ના મળે;

કરતા હોય વાતો જે તમારી સફળતાઓની,

ધ્યાનથી જોજો ક્યાંક એ અંદરોઅંદર ના બળે.

~ જગદીશ કરંગીયા ‘સમય’

2017-02-20_08-54-34

ચિત્ર

જેને જરૂર નથી

ટૅગ્સ

જેને જરૂર નથી જીવનવિમાની કે જામની,
અેને ભલા અા ધ્યાનશિબિરો શું કામની?

જેને ફકર નથી ઘરની કે ગામની,
અેને ભલા શી જરૂર ચાર ધામની.

જેને શ્રદ્ધા નથી રહીમ કે રામની,
એની ભલા ચિઠ્ઠી ફાડવી ક્યાં નામની?

જેને ગાંસડી બાંધી છે હૈયે હામની,
એને ભલા શી ચંત્યા ઠરીઠામની?

જેને આદત હશે જીવનમાં સમયના ડામની,
એની ભલા ગઝલો આંકવી શા દામની?

~ જગદીશ કરંગીયા ‘સમય’jene-jaroor-nathi_26-jan-2017

ચિત્ર

અભિનય

ટૅગ્સ

આ મારી વ્યથા, આ મારી વાણી,
જાહેર જીવનમાં કોઇએ નાં જાણી;
પડદો ખસ્યો ને આંખમાં આવ્યાં પાણી,
અભિનય સમજીને લોકોએ ખૂબ વખાણી.

2017-01-16_09-08-36